વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બોલાવ તું

મને હાર કે જીત ન કબૂલાવ તું
એના સમ દઈને ન બોલાવ તું 

કઠોરતા વળગી બંધાની પાળ જેમ
કૂણાં સ્મરણ ફરી ન મમળાવ તું

તડકાને જુઓ લીલોછમ ફૂટે  છે
થાક્યો ટકોરી હું એને વળાવ તું

હૃદય એટલું મજબૂત ક્યાં રહ્યું છે 
નામ એનું દઈ કોઈને ન બોલાવ તું  

મેં વિભક્ત ખગનો વિલાપ સાચવ્યો
હૃદય ચીરી મને ના બતાવ તું

ક્યાંક શ્વસે છે એ તેથી હું ધબકું છું
બસ એટલી સુવાસને રેલાવ તું... 






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ