વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું કહે તો કરી દઉં

તારા માટે એક્સક્લુસિવ કવિતા લખી દઉં,

તારામાં લખવા માટે કોઈ વાત હોય તો..


તારા માટે આભ માના તારા તોડી દઉં,

તારામાં એ લેવા લાયક કંઈ હોય તો..


તારા માટે એક ટકીલા પેક કરી દઉં,

તારામાં એ પીવાની તલબ હોય તો..


તારા માટે રાતને હું દિવસ કરી દઉં,

તારામાં બપોરે તપવાની તાકાત હોય તો..


તારા માટે મારા ઘરનો રોડ તારા નામે કરી દઉં,

તારામાં મારા ઘર સુધી આવવાની હેસિયત હોય તો..


તારા માટે અબજો રૂપિયાનો વરસાદ કરી દઉં,

તારામાં એ ગણવાની આવડત હોય તો..


તારા માટે મૌસમ ની અદલા બદલી કરી દઉં,

તારામાં જો બદલાવવાની વૃત્તિ ના હોય તો..


તારા માટે ભક્તિ પણ ધ્યાન લગાવી કરી દઉં,

તારામાં ભગવાન બનવાની ખવાઈશ હોય તો..


તારા માટે પાગલો ની સેના ઊભી કરી દઉં,

તારામાં નિક્સનો પાગલ બનવાની ચાહત હોય તો..

©Niks ???? Se ???? Tak


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ