વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિલ યુ બી માય ફ્રેન્ડ્સ અગેઇન?

તું મને સાંભળતી નોહતી,
હું એક સમયે બહુ પ્રેમથી ઘણું બોલી રહ્યો હતો.
મેં આપણા સબંધને ખૂબ જ ગંભીરતાથી લીધું હતું.
મેં ક્યારે પણ તારાથી કંઈ છૂપાવ્યું નોહતું, મારો ફોન તારી સામે પડ્યો હોય, મારા ફોનના પાસવર્ડ મારુ ઇનબોક્સ બધું જ તારા માટે ઓપન હોય, હું તારા માટે ખુલ્લી કિતાબ હતો.

આપણે કોઈ આઝાદી આપે છે.
આપણે કોઈ ખુલ્લું આકાશ આપે છે.
ત્યારે આપણે બમણી જવાબદારી હોય છે,
કે તેનો વિશ્વાસ ન તોડીયે,
કોઈ તમારી પર આંધળો ભરોશો એટલે કરે છે,
કેમ કે તેને પ્રેમ છે.

એક સમય પછી,
તું મારી વાતોને, મને, મારા અસ્તીત્વને,
મારી ઉપસ્થિતને ગણકરવાનું બંધ કરી દીધેલું.
તે મને, સમજવાનું, સાંભળવાનું, સ્વીકારવાનું જ બંધ કરી દીધેલું!

આપણી વચ્ચે અંતરને તે ક્યારે ઓછું કરવાની કોશિશ કરી?
મને તે હર્ટ નથી કરી, કેટલીક બાબતોએ મને હર્ટ કરેલો,
તે સિવાય માણસ તો તું એ જ છે ને જે મેં ચાહી છે?

દૂર છે, દૂર કરી દીધો છે,
પણ હું ખરેખર દુર છું?
હું છું તારી આસપાસ, તારામાં, તારા અસ્તિત્વમાં, તારા વિચારોમાં, તું ધારે તો ઘણું કરી શકતી હતી.
એ આપણી લેટ નાઈટ ચેટિંગ, ટ્રીપ્સ, આપણી વચ્ચેની મસ્તીઓ, આપણે તો દોસ્ત છીએને?

કોઈ પણ સબંધની શરૂઆત દોસ્તીથી હોય,
વિલ યુ બી માય ફ્રેન્ડ્સ અગેઇન?
મને તારી સાથે મુવી જોવી છે, ગાર્ડનમાં પાળી પર બેસાડી તને ડરતા, ડરતા કિસ કરી લેવી છે.
તારી સાથે તારું શહેર જોવું છે.
ટફરીની ચા પીવી છે.
તારી સાથે કાંકરિયા જોવું છે.
તારી સાથે લો ગાર્ડનમાં તારો શોપિંગ પાટર્ન બની ફરવું છે.
મને તારી એક્ટિવા પાછળ બેસી તારું શહેર જોવુ છે.
તારી સાથે તારા ફેવરિટ કઢી ફાફડા ખાવા છે.
તારી સાથે ઉસ્માન પુરાના ગાર્ડનમાં તારા ખોળે ઊંઘવું છે.
તારી સાથે રિવરફ્રેન્ટે બેસવા જવું છે.
તારી સાથે, બસ મને બેસી રહેવું છે.
મને યાર ફરી તારો દોસ્ત બનવું છે.
વિલ યુ બી માય ફ્રેન્ડ્સ અગેઇન?

અલ્પેશ બારોટ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ