વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મને ગમે છે!

શીર્ષક... મને ગમે છે!


 શબ્દોનો ખેલ ખેલવો મને ગમે છે,

 કાગળ ને શાહીમાં રંગવા મને ગમે છે.


પહાડોમાં એ રહેતા જોગી ,ધરી ધ્યાન

વ્રત, પૂજા કરવી એમની મને ગમે છે.


થાય ખુશ કિલકારી સાંભળતા હૃદય,

નાનકડા કૃષ્ણને જોવા મને ગમે છે.


અર્થ એ ઘણો ગહન કરે સંતો

કૃષ્ણ રાધા નિરખવા મને ગમે છે.


પૂજા કરવી તનુ કઈ રીતે?

મારા માત પિતા મને ગમે છે.

©

હર્ષા દલવાડી તનુ

જામનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ