વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી મોરલી

તારી મોરલીએ પ્રીતડી બાંધણી વ્હાલા શ્યામ.

ઓલી રાધા બની છે દીવાની ....(૨)


કદમ્બ ડાળે બેસી મોરલી વગાડ વ્હાલા શ્યામ.

ઓલી ગોપી બની છે દીવાની ....(૨)


યમુના કિનારે  ઘણી લીલાઓ કરી વ્હાલા શ્યામ.

ઓલી યમુના બની છે દીવાની ....(૨)


ગોવર્ધન ઉંચકીને ઇન્દ્રને હરાવ્યો વ્હાલા શ્યામ.

આખી  ગોકુળ બની છે દિવાની ....(૨)


ગોકુળ મેલીને તું મથુરામાં આવ્યો વ્હાલા શ્યામ. 

ઓલી કુબ્જા બની છે દિવાની ....(૨)


ઋણાનુંબંધ આપણું કહેવાય વ્હાલા શ્યામ.

વાગે મોરલી બનીને દિવાની ....(૨)


તારી મોરલીનાં સુરો સાંભળીને વ્હાલા શ્યામ.

આજે "ફોરમ" બની છે દિવાની ....(૨)


      

     દિવ્યા જાદવ. કેશીદ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ