વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આહ્વાન


બંદગી મને શીખવી જા, બસ પ્રેમની રીત તું સમજાવી જા.

તારી સુગંધમાં અભિરત, લથડતા ધબકાર કદી સાચવી જા.


હેતનો એક તરફનો હિસ્સો તું, બીજો હિસ્સો મને બનાવ, 

રાખી તારી અવકાશી ધૂળ, એનું કરવું શું? એ પણ કહી જા.


એકલતા સંભાળીને રાખું કે, તારા એકાંતને ખળભળાવું? 

પ્રેમની વાત પછી, પહેલા આંબામહોરની વ્યાખ્યા બોલી જા. 


અવગણવા જેવા છે તકાજા દુનિયાની જબાનના કાયમી, 

આડીઅવળી વાતો છોડ, દિલનો રણકાર જ સંભળાવી જા.


અંગત આગની રાવ કરું, હોય જો તારી પાસે શીતસાગર, 

અખંતર હેતના છે, ધારે તો ચાહની ધૂપસળી સળગાવી જા. 


સંયમની ઊંડો તારો ને તારી શબ્દ કરામતના ઝેર પણ ઘેઘૂર,

ડંખ વસમો લાગ્યો તારી ગઝલોનો, હવે ઉપચાર તું કરી જા. 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ