વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ તું..

યાદોથી શણગારાયેલી હું, બસ તું જ મને

                    ચોપાસ લાગે.

તારામાં એકાકાર થવા ઝંખતા મનને તારો જ                                અહેસાસ લાગે.


મનની વિહ્વળતા અને ઉઠતી વેદનાઓનો હવે ક્યાં                           ભાર લાગે?

લાગણીઓના ધોધ સાથે અશ્રુઓની હેલી મીઠી                            સોગાત લાગે.


હૃદયના ધબકારે ધબકારે પડઘાતો તારી પ્રીતનો                           રણકાર મધુરો લાગે

પહેલાં વરસાદમાં તારા અધરોનો સ્પર્શ હજુ એવો જ

                  અણમોલ લાગે


હરપળ શ્વાસોના સુર અને તારા આલિંગનથી મન                         તરબતર લાગે.

ઉષાના આગમન અને પવનના લયમાં તારી મીઠી                            સુવાસ લાગે.


સઘળે સંભળાતો શોરબકોર, તારા સાદ વિના કેમ                            સૂનો લાગે?

અંતરમાં ઊઠતું' સ્પંદન' તારા મલકાટ વિના કેમ                               અધૂરું લાગે?


Bhumi Joshi ' સ્પંદન '

12/5/2022

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ