વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવુ કેમ થાય?

  સાલું આજ ઉઠું ઉઠું ને જાણે મન ન થાય, 

       દિલ જાણે આળસ ખાતાય ઘણું મલકાય, 

   કામની ન થાય ચિંતા લગીરે મુજ હૈયામાંય, 

       આજ હાક મારીને પૂછું કે આવું કેમ થાય? 


દિ'તો આમ ઘણાંય ઉગ્યા એવાં આથમેય,

     સંધ્યાની રોનકે રોજ કંઈ મન થોડું લલચાય? 

શરમનો શેરડો કેમ પડી પડીને આજ ઠુઠવાય, 

      આજ હાક મારીને પૂછું કે આવું કેમ થાય? 


દલડું આજ થડક થડક થાય મારું કેમેય, 

     રોક્યો ન રોકાય શ્વાસ હરખનો હવે હેઠેય, 

પ્રેમનાં સ્પર્શે શું જીવન આટલું ય બદલાય? 

     આજ હાક મારીને પૂછું કે આવું કેમ થાય? 


તું મળ્યો ને મળી એક મંઝિલ મને સાચેય,

     હરખના હિલ્લોળે પ્રેમ મારો છલકે રોજેય, 

નિભાવજે આ સાત જનમનો સાથ સદાય, 

     આજ હાક મારીને પૂછું કે આવું કેમ થાય? 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ