વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તુજ વિનાની એ પળો

ઉભી ઉભી ઓટલે જોઉં હું વાટડી, 

વ્હાલા વાલમની હજુય ન દેખાય ઝાંખી, 

થાકી છતાંય મનમાં વેગીલો પ્રવાહ, 

પ્રણય કેરો એ હરખીલો તું વેગવાન, 

પૂછે આવી આજ મુજને તોય વ્હાલથી, 

તુજ વિનાના એ પળોને રાખી મે અળગી! 


રૂઠેલી એ આખલડી તોય હું ઠાવકી, 

ઈણ વિના જાણે રહેવાની ધરપત ન થાતી, 

રૂઠ્યો એ મનનો અવાજ છતાં ધારદાર, 

એમ થોડો છોડું એને કોરે જ મિજાજ, 

એક તસતસતુ આપ્યું ચુંબન તોય વ્હાલથી, 

તુજ વિનાના એ પળોને રાખી મે અળગી!


આંગણ સજાવીને થાકી છતાં હું રાજી, 

મારો વાલમ એમ થોડો છે રાહનો પ્રવાસી, 

હું કહુને એ માને એટલો તો ભારે કિરદાર, 

સ્વપ્ન જોવું હુંને કંપે એ એવું છે જોડાણ, 

સર્જ્યો મિલાપ પ્રેમનો તોય ઘણાં વ્હાલથી, 

તુજ વિનાના એ પળોને રાખી મે અળગી!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ