વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કક્કાનો અણમોલ સાથ

(કક્કા વગર કાંય શબદ થોડા હોય? 
અન શબદ વગરની કાંય કવિતા ન હોય!) 

કક્કાનો લઈ સાથ હું તો એકાંતે જઈ બેઠી 
આડા અવળા શબ્દો કેરી કવિતા મુજ ઉર પેઠી 

આગળ પાછળ કંઈ ન જાણું, ન જાણું કંકાસ 
પેન હતી પટારામાં 'ને, મેં ખડિયામાં કલમ દીઠી 

કક્કાને વાગોળતી, હું તો રાગડા મોટા તાણતી 
કાગળ કલમ સાથ લઈને, ઝાડ હેઠ જઈ બેઠી

શું લખુ છું? કંઈ નવ જાણું, આનંદ ઉર હું માણું 
જન્મ થયો કવિતાનો ને મેં પ્રસુતિ પીડા વેઠી 

કક્કાને કહું સાથ તારો અણમોલ મુજને લાગે
આપણા સાથનું તેજ દેખી ઈર્ષ્યા કરે જેઠી.

©®_ તેજલ વઘાસીયા 
13/05/2022 શુક્રવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ