વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુગંધની ચાહત

શબ્દોની આજે મને કિંમત લાગે, 

         તુજ વિનાની ક્ષણો નકામી લાગે, 

હર સુગંધની ચાહત જાણીતી લાગે, 

         સમજાતું નથી આજે દિલને કેમેય કે

બધીય મોસમ જાણે પોતીકી જ લાગે! 


પ્રેમ શબ્દ જ સુંવાળી કેડી લાગે, 

       કંટક ભલે ઠેરઠેર પણ વ્હાલપ લાગે, 

અજીબી ચાહત થઈ જિંદગી સાથે, 

        અચાનક બદલાયું બધું આજે કેમેય કે, 

બધીય મોસમ જાણે પોતીકી જ લાગે! 


અધિકાર મળ્યો ચાહીશ હવે તને, 

       બાથ ભરીને પ્રેમધોધ વરસાવીશ હવે, 

ચહેરાની લાલી અલગ જ દેખાય હવે, 

       તારાં સ્પંદનો સ્પર્શે તોય મને કેમેય કે, 

બધીય મોસમ જાણે પોતીકી જ લાગે! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ