વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભવોભવની બાંધીને પ્રિતે

ખબર ન પડે કંઈ મને, પ્રેમની મૂંઝવણ મીઠી આજે,
            હુંફ ઝંખતી હતી કોઈનાં એ પાથરેલા ખોળે,
વણકીધે આજ આવીને પડ્યું અનાયાસે એ વ્હારે,
             બસ એક ચહેરો જોયો આજ પ્યારો ત્યારે,
        પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં!

શમણું જોવું કે સાચું, એને ન ઓળખી શકી હૂંયે,
           સત્ય સમજીને જ જીવી લેવા દે ને આજે,
કસોટી હોય ભલે, પણ છે મજા જીવતરની સદાયે,
         એક આસુ જોયું ને હું આખી પીગળી ત્યારે,
       પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં!

હોડ થઈ શ્વાસોની, ત્યારે ક્યાં તને કરું સવાલેય,
            રુઠી શકાય નહીં વધારે એવું કેમેય થાયે,
રાહબર બનીને મળ્યાં, ભવોભવની બાંધીને પ્રિતે,
        ઝુંપડાના એ ઉપવને રાજારાણી જ આપણે,
     પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ