વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ રૂઠ્યા તમે?

વ્હાલું વ્હાલું આજ કંઈ લાગે મને,
કોયલનો ટહુકાર પ્યારો ભાસે દિને,
મારી વ્હાલીની આવવાની એંધાણી,
એવું તો નથી ને ખરેખરમાં આજે?
ફરકતી મારી આંખોય ઘણુંય કહે,
સાચે એવું કંઈ હોતું હશે હકીકતે?
વ્હાણા વીત્યાં વર્ષોનાં કેમ રૂઠ્યા તમે,
આવાં તો રૂસણા હોતાં હશે કંઈ હવે?
એકવાર તો પૂછવું હતું ને દિલ ચીરી દેત!
પણ વિરહ દેવાની શું જરૂર હતી હવે?
રૂઠી રૂઠીને કેટલે ગયાં કે આબી ન શકું?
પ્રેમનું વળગણ તો હજુ છોડી કેમ શકું?
એવો શું વાંક હતો કે દીધી આટલી સજા,
તને સંભાળી પણ ન શક્યો કે ન વિસારી,
તસવીર તારું એક માત્ર હવે સંભારણું,
જીવંત છે હજુય શ્વાસ મારાં દિલમાં,
શું આ જીવતરે ફરી ન મળાય હવે?
કુદરતની સમીપ છે તું ઘણી કરને કંઈ,
અરજી ફરી અમ મિલનની તું કરને કંઈ!
બસ રાહ જોઉં છું એ દિનની હવે તો,
તું વ્હાલ કરીને કહીશ કે હારીશ નહીં,
આજેય દરિયા જેટલો જ પ્રેમ કરું છું તને! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ