વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂર્યાસ્ત

સૂર્યાસ્ત તો,સાંજે થવાનો હતો. 
એ પહેલાં સૂર્ય ધરા પર.
હર્યો, ફર્યો ને મન મૂકી ઘૂમ્યો.
વહેલી સવારે ઝાકળ સાથે.
મસ્તીએ ચડ્યો.
ખુશી ખુશી જંગલમાં ફર્યો.
ચરતાં પશુ,ચણતાં પક્ષી.
સાથે આનંદ કરતો રહ્યો. 
ભર બપોરે પર્વતનાં પારણે.
એકચિત્તે શાંતિથી પોઢીયો.
સાંજે નદીમાં નાય.
જુએ ઘરે જતી ગાય. 
એ મનમાં મુસ્કુરાયે.
સાંજ થતા પશુ,પક્ષી, 
કેવાં શાંત થાય.
સાંજ થતાં, 
પશુ,પક્ષી,કીડીનેે કુંજર.
દાનવ,માનવ બધા
પોતપોતાને ઘરે જાય.
સૂર્ય એકલો ક્ષિતિજે મુંજાય.
આકાશ,લાલ કેસૂડા રંગથી સહાય.
લઈ રાત નો પછેડો,
સૂર્યને પણસૂવું હતું.
ધારણ કરી મૌન,
ધરાની રજા લેવા જાય.
કળા સંકેલી શાંંત થઈ,
સૂર્ય અસ્ત થાય.
નિશાની સોડ માં સુઈ જાય.
✍️જયા.જાની.તળાજા."જીયા"








                

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ