વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોની જેમ

વિસરું  હું  મુજને  જો વિસરું હું પ્રેમ,
આંખોમાં  છલકાય  તું  યાદોની જેમ.

તોડું   હું  બંધન  જો  તોડું   હું  પ્રેમ,
શું  શ્વાસે  જોડાય  તું યાદોની  જેમ?

તરસુ  હું  તુજને  જો  તરસું  હું  પ્રેમ,
નયને   પીવાય   તું   યાદોની   જેમ.

છોડું  હું  જગને  જો  છોડું  હું  પ્રેમ,
શું ક્ષિતિજે ઝિલાય તું યાદોની જેમ?

ભૂંસુ  હું   મુજને  જો  ભૂંસુ  હું  પ્રેમ,
હ્રદયે   અંકાય   તું   યાદોની   જેમ.

રીઝવું  હું ઝીંદગી જો રીઝવું હું પ્રેમ,
શું ચિતાએ ડોકાય તું  યાદોની જેમ?

પછી ના કોઈ ખેવના ના રંજ ના પ્રેમ,
બને રાખ સઘળું  તારી યાદોની  જેમ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ