વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમજાતું નથી

શાને આટલું ચિંતાગ્રસ્ત છે મન? સમજાતું નથી.
અતિશ છે કે અભાવ પ્રેમનો, સમજાતું નથી.

દિવસ હોય તો ગાળી લઊ પણ આ તો રાત છે
ઇચ્છાઓને કયા સુધી ખાળું? સમજાતું નથી.

ક્યારેક શરુઆત એની હોય તો લાગે અમૃત સમુ
આ તો વિચારું ક્યારે પડશે પ્રભાત? સમજાતું નથી.

દૂરી તો છે પણ તેનું કારણ પણ કોઇ સ્પષ્ટ નથી
શું આમ જ વીતશે બધી રાત? સમજાતું નથી.

અતિસંવેદનશીલ મન મારું ક્યા લઈ જાશે હવે?
મુંગી આ વેદનાનું ક્યાં કરું બયાન? સમજાતું નથી.

✍ - પ્રકાશ પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ