વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુને ત્યજી ગયો રે લોલ..

હો..હેતની યાદ હૈયડું ભીંજવે..

              સાંવરિયો મુને ત્યજી ગયો રે લોલ..

હો..યાદની ઝીણી ઝરમર વરસે..

                 સાંવરિયો મુને ત્યજી ગયો રે લોલ ...

ઢોલ નગારા વાજે

શરણાઈના સૂર વાજે

             મુને લાગે મસાણની ચીખ..

                    સાંવરિયો મુને ત્યજી ગયો રે લોલ..

સિંદૂરી માંગ સાજે

કુમકુમનો ચંદ્ર ભાલે..

            મુને લાગે મસાણની રાખ..

                    સાંવરિયો મુને ત્યજી ગયો રે લોલ..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ