વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરસ અધુરી

પ્યાલો અધુરો, મદિરા અધુરી.

જિંદગી અધુરી, તરસ અધુરી.


વરસાદ આવ્યો, પાણી પાણી

બાંધ્યા મવેસી, તરસ અધુરી.


સંસાર માંડ્યો, પુરુષ અધુરો

નવોઢા તરસી, તરસ અધુરી.


ગરમ વાયરા, આકાશ કોરું

ધરતી સુકી, તરસ અધુરી


પિયુ પરદેશ, પ્રોશિતભર્તુકા

આવ્યો અષાઢ, તરસ અધુરી


નૈન જુએ દિનરેન વાટ પિયુની

લોચન ઝરમર, તરસ અધુરી


કોમળ ચરણો, થાક્યા ચાલી

મંઝિલ ઓઝલ, તરસ અધુરી


✍ પ્રકાશ પટેલ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ