વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લખ તારું નામ

છે પ્રેમ તો આ રહ્યા ફૂલો ચાલ એની પર,
શર્ત માત્ર એટલી કે, સુગંધ ફેલાવી ના જોઇએ..

ખા કસમ ને તોડવાની પણ છે મંજૂરી તને,
શર્ત માત્ર એટલી કે, આંખ ભીંજાવી ના જોઇએ..

માંડ પગલા આ સાહિત્યાકાશે ગર્વભેર
શર્ત માત્ર એટલી કે, છાતી ફુલાવી ના જોઇએ..

તું શુન્ય છે અને તુજ ગાણિતિક સંખ્યા
તારા વિણ કોઈ સંખ્યા ગણાવી ના જોઇએ..

રંગ તારો રંગીન છે મેઘધનુથીયે 'દોસ્ત'
રંગ કદી આ સમયથી મલિન થાવો ના જોઇએ..

લખ નામ તારું આ સમયની રેત પર "પ્રકાશ"
શર્ત માત્ર એટલી કે, એ કદી ભુંસાવું ના જોઇએ..

✍ પ્રકાશ પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ