વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મા તું બહુ યાદ આવે છે...

 સંદૂકમાંથી માનું એક પોસ્ટકાર્ડ હાથ આવે છે.

માની ઢગલાબંધ દુુઆઓ એની સાથ લાવે છે. 
પોસ્ટકાર્ડ સાથે મા તું પણ બહુ યાદ આવે છે....

અક્ષરો એનાં કાળાંતરે થયાં ઝાંંખા હવે જરા,

કિન્તુ એ તુજ તેજોમય ચહેરાની આભા પ્રગટાવે છે.

પોસ્ટકાર્ડ સાથે મા તું પણ બહુ યાદ આવે છે.....

શબ્દ હજુ પણ એવાં જ,તાજગીસભર તુજ જેવાં, 

એકેએકમાં સલાહ રૂપે તું લાગણી વરસાવે છે.

પોસ્ટકાર્ડ સાથે મા તું પણ બહુ યાદ આવે છે.....

'તું નિરાંતે મળવા આવજે' એ વાક્યની ધરપત મને,

ત્યારે ગમી પણ આજે વસવસો બની સતાવે છે.

પોસ્ટકાર્ડ સાથે મા તું પણ બહુ યાદ આવે છે..... 

'લિ.' લખીને માનાં આશિષ, સરનામું સાસરિયાનું!

વાંચી ટપકેલું મારુ આંસુ તારી 'ઝંખના' છલકાવે છે. 

પોસ્ટકાર્ડ સાથે મા તું પણ બહુ યાદ આવે છે....

જાગૃતિ, 'ઝંખના મીરાં'...

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ