વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજની રાત

 

              આજની રાત 



આજની રાત અલગ રહી,

તારા મારા પ્રેમની સાક્ષી રહી.


  અધૂરું ના રહે એ જોવા આંખમાં

  જીણા જીણા સપનાં બનીને રહી. ...આજની રાત....


 ધોળા ધોળા ધીમા વાદળોમાં પસાર થઈ

તાપ બનીને ધરતી ઉપર જીવન ફેલાવી રહી.... આજની રાત...



 સંબંધોની વરમાળા એમના રંગના મોતીમાં પરોવતી

શણગાર સજેલી મહેંદી એની રેખાઓ જોતી રહી... આજની રાત...


 ભણતર ગણતર દૂર રહે આજ પીખાંતી માટી સમાન

જીવતી લાશ જેમ સહન કરી જીવતી રહી.... આજની રાત....


 ઉદય ના થયો સૂરજ તનુ એમ ખાલી ખાબોચિયું મહીં

 પાણી ભરાઈ જાય એમાં એક કમળ ખીલવવા જંખતી રહી ...આજની રાત...



હર્ષા દલવાડી તનુ 

જામનગર..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ