વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ છે

યમુના કાંઠે લહેરાતો શીતળ વાયરો યાદ છે

કદંબની ડાળીએ ગુંજતો કોયલ ટહુકો યાદ છે

      વનરાવનની કુંજકુંજમા ઘૂમતો કાન્હો યાદ છે


મોહન મુરલીના સુર ગૂંજે છે હજી હૃદયકુંજમાં

રણકતા ઝણકતા મારા ઝાંઝરના સુરો યાદ છે

       વનરાવનની કુંજકુંજમાં ઘૂમતો કાન્હો યાદ છે


ચંદનકેસર લેપથી મહેકતું અંગેઅંગ માધવ તારું

પીળું પિતાંબર ને શોભતું મોરપીંછ,ચહેરો યાદ છે

       વનરાવનની કુંજકુંજમાં ઘૂમતો કાન્હો યાદ છે


મહેંકતા ગજરાનું ધીમું ધીમું સરવું કેશમાંથી

આલિંગનથી ભીતરે સમાવતો કાન્હો યાદ છે

       વનરાવનની કુંજકુંજમાં ઘૂમતો કાન્હો યાદ છે


ચીરહરણ સ્મરુંહજી,સુધબુધ તનમનની ખોઉં હજી

"હું તારોજ"કહી મીઠું છળ છળનારો છલિયો યાદ છે

          વનરાવનની કુંજકુંજમાં ઘૂમતો કાન્હો યાદ છે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ