વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીની યાદ..!


ભીનાં પાલવની કોરે બાંધેલી 

એ અનાડી ગાંઠમાંથી,

છલકતી તારી એ મમતા

મા બહુ યાદ આવે છે.


ભીની મૂંગી આંખે અટકેલાં 

એ નાદાન અશ્રુઓમાંથી,

બોલતું પ્યારું એ ભોળપણ

મા બહુ યાદ આવે છે.


ભીનાં નાજુક સ્મિતથી સરકતાં 

એ ચંચળ હાસ્યમાંથી,

ભીંજાતું એ બચપણ

મા બહુ યાદ આવે છે.


ભીનાં ગુસ્સામાં દબાયેલાં 

એ મૃદુ અવાજમાંથી,

પલપતો તારો એ સ્નેહ

મા બહુ યાદ આવે છે.


ભીની અંતિમ પળ વિદાયની 

ને એ દબાતાં ડૂસકામાંથી,

છૂટો પડતો તારો એ હાથ

સાચ્ચે મા, બહુ જ યાદ આવે છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ