વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નામ તમારું

'નામ તમારું'

પ્રસંગો સઘળા વહી ગયાં સમય તણાં તોફાનમાં

ને તોય કાંઠે કાંઠે ઘૂઘવ્યા કરે નામ તમારું..

ધરબી દીધી તમામ સ્મૃતિઓ ખુબ ઊંડે ઊંડે 

તોય ફૂટ્યા કરે કૂંપળો ને લીલુંછમ રહે નામ તમારું..

મિલન વેળા ક્યાં ખબર હતી આપશો ભેટ અશ્રુ તણી

તમારાં ગયા પછી પળેપળે આંખથી સર્યા કરે  નામ તમારું..

તમને ભૂલવાનો માર્ગ હવે મને મળે ક્યાંથી

જીવન જંગલમાં અભેદ્ય અટવાઈ ગયું છે નામ તમારું..

વિજોગણ હું તમારી સદાયથી તમારી સંગાથે જ છું

ભલે ને તમે ગયાં પણ હૃદયમાં ધબક્યા  કરે છે  નામ તમારું..

વજુદ ક્યાંય  હવેતો ભળાયના અમને અમારું

નસે નસ માં રક્ત બની વહ્યાં કરે છે નામ તમારું..

સ્નેહ તણો શગ જલેને તનમન કરે ઉપાસના

ઝૂકી જાયછે શીશ જ્યાં જ્યાં આવેછે નામ તમારું..

                                        .."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ