વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુંજારો

મુંજારો



રાજ મારા સમજી જાઓ એ નથી કહેવાતા

મુઠ્ઠીમાં જિંદગી આજ ઘાવ છે નથી સહેવાતા.


દર્દોની મહેફિલ છે જામ એમાં પીવાના

શબ્દોમાં કહીએ કેમ એ નથી જીરવાતા


હામી ભરવા  થઈ  ખાલી ઇશરમાં વાત

  વાંચી કયા કાગળ ખાલી એ નથી સચવાતા


બની જાય બેહોશ એ રણકાર ક્યાં રહ્યા?

ખાલી પગમાં એ ઝાંઝર નથી સંભળાતા.


ના કહું એ તો શક્ય નથી તનુ સપનાં

હકીકતમાં જીવવાના ભણકારા નથી મલકાતાં


હર્ષા દલવાડી તનુ©️

જામનગર

22.9.21

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ