વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દેખાય

ના જુઓ નજર નીચી કરી અમને એમ નહી દેખાય

આસમાની રંગના ગુલાબ એ અમને નહીં સહેવાય.



રંગ લાગ્યો કે નહીં એ તો તમને કેમ કરી પુછાય?

સહસા અટકી બોલી ગયા હવે કેમ પાછું લેવાય.



ધૈર્ય ખોવાઈ ગયુ  ક્યાં એ સવાલ નહીં કરાય,

આપશે જવાબ કોઈક બસ ચૂપ થઈ જવાય.



લાગણીઓમાં શોધવાની કળા આમ ના જીવાય

હકીકતે કરી સામનો એક બની નિર્ણય લઈ લેવાય.



ઉદારતાથી તનુ વિચાર કરી જીવન જીવાય?

ના એ જવાબ આપવા સમય ના બદલાય.


©️હર્ષા દલવાડી તનુ

જામનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ