વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણે રે જીતી...

      વખત વીત્યોને વાત્યું રે વીતી,

    ક્ષણને જગતમાં કોણે રે જીતી? 


રાવણ જેવો રાજા ગયોને ગયો ભરથરી ભૂપ,

મારું મારું કરતો જીવણ થઈ ગયો અંતે ચૂપ, 

       કાળ કરાળે નાખ્યો રે પીટી, 

      ક્ષણને જગતમાં કોણે રે જીતી? 


સમયના ચાકડે શ્વાસો ચડાવી બનાવ્યાં સૌ પૂતળાં, 

 પાંચ જાતના લઈને પદારથ સજાવ્યાં છે સઘળાં, 

        મોહ મોયાની રચી ભૂમિતિ,

       ક્ષણને જગતમાં કોણે રે જીતી? 


વખત વીત્યોને વાત્યું રે વીતી,

   ક્ષણને જગતમાં કોણે રે જીતી?



કોણે જીતી??? 


  

      ભૂલી ગયો જે જગની રીતિ, 

    ક્ષણને જગતમાં એણે રે જીતી.


સુખ-દુઃખમાં પણ જેનો આતમ રહ્યો સદાયે ધીર 

છોડી સઘળું માણસ જે પણ રહ્યો સદાયે સ્થિર. 

       જીવનભર જેની સાચી નીતિ,

      ક્ષણને જગતમાં એણે રે જીતી.


અંદર ઉતરી જાણી જેણે અગમ અગોચર વાતું, 

 ડૂબકી મારી તળમાં એ તો પામ્યો પરમનું ભાથું, 

        ભૂલી ગયો જે રાગને પ્રીતિ, 

      ક્ષણને જગતમાં એણે રે જીતી? 


      ભૂલી ગયો જે જગની રીતિ, 

     ક્ષણને જગતમાં એણે રે જીતી.


     


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ