વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મદમાતું


નીંભાડે જઈ ખૂબ તપાવ્યું તોય રહ્યું કંઈક કાચું, 

    ટપ ટપ મારે ટપલી થાય કદી ના પાકું,

          મનડું આ મદમાતું ભાઈ મનડું આ મદમાતું. 


 ઉથલપાથલ ઉથલપાથલ અવળુંને ભાઈ સવળું, 

  મરકટ સમ દોડે છે પાછું કાયમ આડુંઅવળું, 

   તા તા થૈ થૈ તાતા થૈ થૈ તાલે એના નાચું, 

       મનડું આ મદમાતું ભાઈ મનડું આ મદમાતું. 


  સતની કાંટાળી કેડી પર પામ્યો નહીં પગરખાં, 

 ચાલ્યો છું પહેરીને જીવનભર જૂઠા સૌ અભરખા,

      ડાળે મારી બેઠું કાયમ વૈશાખી ચોમાસું,

    મનડું આ મદમાતું ભાઈ મનડું આ મદમાતું. 


   હસતા ચહેરા પાછળનું દરદ ના કોઈએ જાણ્યું,

 પાંપણની પછવાડે સૂતેલું પાણી માંડ અમે તો ખાળ્યું, 

   કરીને ડોકિયું ભીતર પૂછે પાછા,છો મજામાં..કાકુ!  

      મનડું આ મદમાતું ભાઈ મનડું આ મદમાતું. 


નીંભાડે જઈ ખૂબ તપાવ્યું તોય રહ્યું કંઈક કાચું, 

   ટપ ટપ મારે ટપલી થાય કદી ના પાકું,

    મનડું આ મદમાતું ભાઈ મનડું આ મદમાતું

   

 ડૉ.કિશોર ઠક્કર,ગાંધીધામ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ