વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવી ગીતા

ભલે હો આગ ઝરતી તે છતાં ઠંડક ઘણી આપે,

ચિતા જગના બધા દુઃખોને સાગમટે દળી આપે.


છૂટા એ ડાળથી થઇને, અમરતા ભોગવે ફૂલો,

પ્રેમીઓ પ્રેમથી ચૂમીને કોઈને કળી આપે.


જગતની સૌ ખુશીના માર્ગ ફિક્કા લાગતા જ્યારે,

મહેંદી કોઈ યાદોને ફરી તાજી કરી આપે.


વિવેચન, દાખલા એના હવે લાગે ઘણાં અઘરાં,

કહોને કૃષ્ણને કોઈ, હવે ગીતા નવી આપે.


નયનનાં છે ઘણાં નખરા, એ ફોડે પ્રેમના ફણગા,

ફરું છું શોધતો માટી જે એને સાચવી આપે.


- નિશાન એમ. પટેલ ( સ્વાગત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ