વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ્યો જા ઓ પથિક

ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.

માર્ગ છો કઠિન છે, મક્કમ ડગ ભર્યે જા.


મંઝિલ જરૂર તને સમયે સાંપડશે, 

ધીરજ ધરી ચાલ, આવી મુકામે  મળશે.

હામ ધર, મળશે  હરિયાળો માર્ગ તને, 

ફુલોનો બાગ  ફેલે  સુગંધી એ કને.


ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


કંટક રાહે, તાપ આભે, જોજે  તું ડરીશ ના 

ચૂમવા વિજયશ્રી જગાડ  ઊરની ઉત્તેજના

કદમ ભલે થાકે તું હૈયે હારીશ ના 

લક્ષ્ય પ્રતિ ચાલજે તું ભૂલીને વેદના.

 

ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


આંખો રાખ મંઝિલ ભણી, કદમ ભર પીડા અવગણી.

ભર શ્વાસ, ઉડાડ નિશ્વાસ, તું તો છે સિદ્ધિનો ધણી.


ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


દૂર દીસે પણ દૂર નથી એ મુકામ યારો

જ્યાં પહોંચવા  દ્રઢ છે નિર્ધાર તારો.

તું ચાલ્યો જા ઓ પથિક, આ ઘોર વને, 

આલિંગતી આવી મળશે મંઝિલ તને.

 

ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


માન્યું કે  માર્ગમાં  છે ઘોર અંધારું

વાદળે ઢંકાયું  ચાંદનીનું અજવાળું.

વાતો વાયુ  ચોમેર ભયંકર, ને વળી તિમિર તને ભીંસે

તેથી શું? આંખોનું તેજ તને ઉજાસ સીંચે.


ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


થંભે તું ભલે ઘડી થાક ખાવા

ઉઠ તું ફરી, માંડ આગળ તું જાવા.

પાથરી છે સેજ પુષ્પોની આગળ. 

મોકલે તને પડકારનો કાગળ.


ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


એક વેળા પહોંચ તું મુકામે

જોજે, મંઝિલ તને બાહુમાં થામે.

આલિંગશે એ તને, જો અટકીશ ના તું,

પરિશ્રમે  જરૂર મળે ભાવતું  ભાતું.


ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


મળશે જરૂર મંઝિલ તને, તું ચાલ્યો જ જા.

ચાલ્યો જા ઓ પથિક, તું ચાલ્યો જા.


*****




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ