વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં

રોકતી,ટોકતી,ને મારતી. 
લગતું,તુંં મને નફરત કરતી. 
બાળ હું,જાણું છું. 
જદગીનાં પાઠ આમ. 
તું મને શીખવતી. 

સમયનાં ગર્ભમાં જાણું શું,? 
નાદાન,ના સમાજ,બાળ હું.
ભવિષ્યની હુંં છુ માં, -
એ કેમ કહે તું,? 
બની ઈશ્વર મારો.
"માં"નુ ઘડતર કરતી રહી તું. 

મટલાને કુંભાર ઘડે જેમ.
હરઘડી,ઘડતી રહી મને એમ.
પ્યારી માં,તું આજે ભૂલાય કેમ,? 
હરઘડી,હરદમ,પુજાઇશ પ્રભુ જેમ.

શારીરિક,માનસિક,આર્થિક.
સંસારિક,વ્યવસાયિક. 
સઘળું જ્ઞાન આપતી રહી તું. 
સો શિક્ષકની ગરજ સારતી તું. 
ઈશ્વર ને તોલે આવતી માં તું. 
રહે ન રહે,સદા પુજાઈશ"માં"તું.
✍️જયા.જાની.તળાજા."જીયા"






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ