વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પણ

આવતાં જતાં રાહ પર તને શોધું,

પણ, રાહ જોવા માટે રાહ તો મળે...


કહેવા હતાં શબ્દો ચાર તને મોઢે,

પણ, કહેવા માટે તને શબ્દો તો મળે...


અજબ ગજબ તારી રચના રચાવું,

પણ, વાંચવા માટે તને સમય તો મળે...


હળવી હળવી ડગલીઓ ભરતી ભરું,

પણ, ભરવા માટે ડગને પથ તો મળે... 


વહેતી રાખું ખુશીઓ મારી તારી હાટુ,

પણ,સામેલ થવા તને ચાહ તો મળે...


કરે નિક્સ તુજ પર આંધળો ભરોશો 

પણ, માનવા માટે તને સબૂત તો મેળે...

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ