વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મળી

આંખો થી આંખો મળી!જીવવાની ચાહ મળી,

તારા વિનાની આ જિંદગી મને માણવા ના મળી..


હાથો માં હાથ મળ્યાં!સાથે ચાલવા રાહ મળી,

તારા વિનાની આ જિંદગી મને જીવવા ના મળી..


દિલ થી દિલ મળ્યાં!ધડકન ને ધબકાર મળી,

તારા વિનાની આ જિંદગીમાં મને શ્વાસ ના મળ્યાં..


કલમ ને શબ્દો મળ્યાં!રચવા નવી કવિતા મળી,

તારા વિનાની આ જિંદગી માં મને વાંચા ના મળી..


તમે મને હું તમને મળી! સંસાર ની નવી દિશા મળી,

તારા વિનાની આ જિંદગી માં મને કેવી સજા મળી..


મીરાં ને ગિરધર મળ્યાં! ભક્તિ કરવા શક્તિ મળી,

તારા વિનાની આ જિંદગી માં મને ઘણું વિષ મળ્યું..

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ