વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છપ્પો

અંચાઈ તો

 તારા લોહીમાં હતી જ

દર વખતે હું

દાવ આપતી

તું છૂપાઈ જતો

હું શોધતી

તું છાનોમાનો આવી

"છપ્પો"

મારી દેતો

અંચાઈડો..ક્યાયનો!

જોને તારી યાદના

ઝાડવાં ઉગ્યા છે

તેના પર ખારાખારા

ઝાકળબિંદુ જામ્યા છે

હું ચ્હાનો કપ હોઠે

અડકાડું ને

ટપ્ દઈને ખારો સમુદ્ર

ઉમટી પડે છે 

આ ઉગતો સૂરજ

આ ખીલેલો બગીચો

આ હિંચકો અને

ચ્હાની ચૂસકી..

તારી યાદોના ટહૂંકા કરી

શોર કરે છે

તને શોધવાની હિંમત નથી રહી

થાકી છું

હું કઈ રીતે પહોંચું તારી પાસે?

સુખડના હાર નીચે

એક બંધ કાચની તસ્વીરમાં

કઈ રીતે પ્રવેશીને.. તારો..

"છપ્પો?"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ