વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફના થઈ ગઈ દુનિયા..

તલવારોના ઘા ઝીંકાયા; ફના થઈ ગઈ દુનિયા,
સીમાવર્તી ઝઘડાઓમાં અસંખ્યો દરમાયા.

સત્ત્વ ગુણોનો નાશ થયો; તમસ ગુણ પડઘાયો,
તોપ ગોળાના પ્રચંડ ધ્વંસથી ક્યાંય રહ્યો ના ઓછાયો.

માનવ માનવને ભરખ્યો; ભૂખ્યાં વરુઓ હરખ્યાં,
સરમુખત્યારોના સ્વાર્થીલા નશામાં મૃત્યુશરણ થઈ તડપ્યાં.

કૃપાહીન થયો નૃપ; તરસી થઈ ગઈ ધરા,
અત્યાચારોના મેદમાં બધે છવાઈ ગયા અળવીતરા.

રહેવા દે! રહેવા દે! આ કત્લેઆમ રહેવા દે!
પ્રકૃતિ રુઠશે ત્યારે તું પણ ઠરી જઈશ-રહેવા દે!!

- તા. ૧૦/૦૫/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ