વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હશે મારી ત્રુટિ

હશે મારી ત્રુટિ; ક્યાં કહું છું તને જૂઠી?
અલમારીની આડમાં સૂતેલી બિલાડી દીઠી.

મને થયું કે તારે પડખે સૂતું છે કોઈ,
દ્રષ્ટિ કરી જોયું તો એક બિલાડી સૂતેલી જોઈ.

મને થયો ભ્રમ ને અડખે પડખે પડેલી લાકડી ઉઠાવી,
ઠમઠોરી નાખું આ બંનેને કિન્તુ; સાચું જોયું ને ભ્રમણા ભાંગી.

અરેરે! આ પામર જીવો ભૂંજાઈ જાત ને હું એકલો પસ્તાતો હોત,
કુદરતે ચેતવ્યો ને આંખ ઉઘડી ને આળપંપાળમાંથી બચી ગયો.

હે માનવ! ચેતીને ચાલજે; આ ક્રૂર કૃત્યોમાંથી હટી જા,
દુનિયા વિશાળ છે ધીરજ ધર; કુદરતનો ખોળો ખૂંદતો જા.

- તા. ૧૦/૦૫/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ