વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમના અંકુર

પ્રેમના અંકુર ફૂટ્યા; નયનમાં કૂંપળ દીઠી,
હૈયે હેલી આવી ને સ્નેહની સરવાણી ફૂટી.

ડૂબકી મારી અગાધ દરિયામાં ને મનનાં મોતી લૂંટ્યાં,
પ્રેમામૃત ચૂસી ચૂસીને પીધું; કિનારે ઉભેલાં દાઝ્યાં.

અહંના ઓવારે બેસનારાં છીપલાં વીણતાં રહ્યાં,
અમોએ ઠાંસી ઠાંસીને પીધી પ્યાલી ને સફળ રહ્યાં.

પ્રેમરસ ચાખ્યો છે જેણે એને પ્રભુએ પીછાણ્યો,
ઝેરના કટોરા પીધા અમૃત જાણી એને દુનિયાએ વખાણ્યો.

પચવો કઠીન છે પ્રેમરસ એને કોઈકે જ માણ્યો,
શૂરા પચાવે ઝેરના કટોરા શહીદી વ્હોરે અમૃત જાણી!

- તા. ૧૦/૦૫/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ