વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ન રહ્યો...

નજરના જામ છલકાવ્યા પછી હું ન રહ્યો,
પ્રેમના ઘૂંટડા ભર્યા પછી હું ન રહ્યો.

અંતિમ ઈચ્છા હતી મારી ફૉરવાની,
પાનખર પછી ફૂલડાં થઈ મ્હોરવાની.

એક ગોઝારો દિ'આવ્યા પછી હું ન રહ્યો,
વિચિત્ર નજારો દીઠા પછી હું ન રહ્યો.

સૂઝ્યું હતું સપનું થઈ રાચવાની,
કૂંપળ ફૂટયા પછી પર્ણો ને ડાળખી પર ઝૂમવાની.

મનની મનમાં રહી ગયા પછી હું ન રહ્યો,
પળ પળ વીતી ગયા પછી હું ન રહ્યો.

- તા.૧૧/૦૫/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ