વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સવારની પ્રહરે

સવારની પ્રહરે,
ઝાકળ પડ્યું.

ગુલાબની કળીઓ પર,
તેજ પ્રસર્યું.

ગુલાબની કળીઓ ખીલી,
ભ્રમર ગુંજે.

કળીઓ હસે,
ભ્રમરનો આર્તનાદ.

કળીઓ પર બેસી,
રસ ચૂસે.

પુંકેશર સ્પર્શે,
સુગંધ પ્રસરે.

ગુલાબનું ફૂલ ઉઘડ્યું,
ભ્રમર ઘૂસે ફૂલમાં.

તડકો ઉઘડે,
મઘ્યાન્હે.

ઝાકળ ઓસર્યું,
ફૂલ બીડાય.

ભ્રમર ફસાયો ફૂલમાં,
બહાર નીકળવા પ્રયાસ કર્યો.

ભ્રમર રીસાયો,
ગુલાબ હસ્યું.

મધપૂડાની લાલચમાં,
ભ્રમર નાઠો.

મધલાળ ઝરે,
કૂંડાં ઉભરાય.

રસ તરબોળ થાય માખીઓ,
સંતૃપ્ત થાય મન!

- તા. ૧૧/૦૫/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ