વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચી ખુશી

      


        "કાયલ હાંજે તો અમાર ઘરે માર છોકરાના birthdayની પાર્ટી હતી. એના બધાય દોસ્તારને ખાવાનું હતું.  અન પસી હું તો અર્ધી રાત હુધી નવરીની નો થઈ."
             "આ મારો છોકરોય દર વરહે એવું કરે પણ ઓયલા છોકરાન ઘેરે કોઈ દી કાંય હોય જ નય."

              "એના મા ને બાપ તો હાવ ચીકણીના છે.  છોકરાવને birthday માં ૧૦૦ / ૨૦૦ રૂપિયાની કેક નથી લઈ દેતા. અમથા પોલના પોલ ઉડાડી નાખતા હોય 'ને રૂની પણીનો ભાવ પુછવા જાય."  બે પડોશણ વચ્ચે થતો વાર્તાલાપ થતો હતો.
        આ વાત એ બાળકો સાંભળતા હતા.  ઘરે આવીને મમ્મી પાસે આ વાત કરી અને આ વર્ષે પોતાને પણ birthday પર "ચોકલેટ કેક લેવી છે અને બર્થડે ઉજવવો છે" એવું કહીને જીદ પકડી.  મમ્મી થોડી વાર શાંતીથી બાળકને સાંભળ્યા કરી.
            થોડી વાર પછી બાળકે પાછુ કહ્યું, "મમ્મી મને આ વખતે કેક લાવી આપીશ ને? "
           મમ્મીએ પોતાના બાળકને વ્હાલથી ખોળામાં બેસાડ્યો અને કહ્યું, "તારે કેટલા મિત્રો છે? તારી સ્કુલમાં કેટલા બાળકો છે? " 
            બાળકે થોડું વીચારીને જવાબ આપ્યો, "અં....... મારે તો તયણ ચાર જ દોસ્તાર છે પણ મને મારી નિહાળના બધાય છોકરાવ હાયરે દોસ્તી રાખવી ગમે.  હું તો હંધાયની હાયરે રમતો હોવ. અને અને.... અને મારી નિહાળમાં તો ૭૦ છોકરા-છોકરીઓ છે."

               "તને એકલાને ખુશ થવું ગમે કે પછી, તું અને તારા friends હોય એની સાથે ખુશ થવું ગમશે કે પછી, તારી સ્કુલમાં ભણતા બધા બાળકો ખુશ થાય એ ગમશે? ચલ વિચારીને જવાબ આપ. " મમ્મીએ સવાલ પૂછ્યો.


             બાળકે તરત જ ઉછળીને જવાબ આપ્યો,  "ઈ તો મમ્મી હંધાય રાજી થાય એવું જ ગમે ને?  કાંય એકલા એકલા રમાય થોડું?  અમે બધાય હાયરે રમતા હોઈ ને તો તો બોવ જ મજ્જા આવે."


                 "તો પછી બેટા તને યાદ છે ને કે આપણે તારા બર્થડેના પછીના દિવસે તારી સ્કુલમાં બધા બાળકોને કંઈક ને કંઈક આપીએ છીએ." બાળકે જેટલા ઉત્સાહથી જવાબ આપ્યો એટલા જ ઉત્સાહથી મમ્મીએ વાત આગળ વધારી. "બસ આ વર્ષે પણ એમ જ તારી સ્કુલના બધા બાળકોને કંઈક તો આપીશુ જ... "
       

"પણ મમ્મી હું તો બર્થડેની વાત કરું છું એમા આ આપવાની વાત ક્યાં આવી?"  બાળકે નિરુત્સાહી થઈ ને સવાલ કર્યો.


          

"તો આજે તને એક વાત કહું સાંભળ. જો તારી સ્કુલમાં જેટલા પણ બાળકો છે... શું એ બધા સ્કુલમાં બધા બાળકોને કંઈક ને કંઈક આપી શકવા સક્ષમ છે ખરા? નહીં ને ? તો પછી બેટા તારા બર્થડેના દિવસે કંઈક આપીએ તો પછી તારા એ બધા દોસ્તારને મનમાં એમ થાય કે આપડે તો આપડા બર્થડેમાં  કાંય નથ આપતા." બાળકે હકારમાં માથું ધુણાવ્યું.


          માતાએ વાત આગળ ચલાવી. " તો પછી તારા બર્થડેના દિવસે તારા દોસ્તાર મનથી દુઃખી થાય એવું કામ કરાય કે નહીં? " બાળકે ફરીથી નકારમાં માથું ધુણાવ્યું. 


"જો તને એકલાને રમવું નો ગમે, ખુશ થવું ન ગમે,  તારા દોસ્તાર દુઃખી થાય એ ન ગમે, તો પછી તારે બધાની સાથે રમવું ખુશ થવું હોય એટલે જ મેં તારા બર્થડેના પછીના દિવસે બધાને ખુશ કરવાનું નક્કી કર્યું છે. બોલ હવે. તારે એકલાએ ખુશ થવું છે કે બધાને ખુશ કરવા છે?" મમ્મીએ લાડથી સવાલ પુછ્યો.
           બાળક ઉછળી પડ્યો અને "મને તો બધાય રાજી થાય એવું જ ગમે હોં." એવું કહીને નાચવા લાગ્યો. 
"સૌની ખુશી એ જ સાચી ખુશી છે. બેટા એ વાત હંમેશા યાદ રાખજે."
"ઓકે મમ્મા." કહીને મમ્મી સાથે વ્હાલભર ચૂમીની આપ લે કરીને બાળક રમવા લાગ્યું.

©®_તેજલના સૌને જય શ્રી કૃષ્ણ
જય ભારત જય હિન્દ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ