વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળગીત

મજ્જાની ખિસકોલી 

મારે આંગણ રમવા આવી મજ્જાની ખિસકોલી 
એ તો કુર કુર શીંગ ફોલી ખાય મજ્જાની ખિસકોલી 

દોડમદોડ કરતી એ તો કૂદાકૂદ કરતી
બિલ્લી દેખી દૂર ભાગી જાય મજ્જાની ખિસકોલી 

આગળ જાય પાછળ જાય શીંગદાણા શોધ્યે જાય 
ખોરો દાણો થૂંકી થૂંકી ખાય મજ્જાની ખિસકોલી 

રૂની પણી મોમા લાવી થંભ ઉપર ચડતી
કુચા કચરા ગોળ ગુંથતી જાય મજ્જાની ખિસકોલી 

દાણા પાણી દેતી, તેજલ દેખી આનંદ માણતી 
કુદરત કેવા સ્વરૂપ દેતી જાય મજ્જાની ખિસકોલી 

©®_ તેજલ વઘાસીયા
17/06/2022 Friday 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ