વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિતાનો દિવસ કાયમ હોય

    ☀ પિતાનો દિવસ કાયમ હોય ⛳

      "꧁༺ ঔৣ  ༻꧂" :

સૂર્ય સમાન પિતા કહેવાયાં, પિતાનો દિવસ એક કદી ન હોય
ગરમ થઈને પણ વહાલ વરસાવે ઈ, પિતાનો દિવસ કાયમ હોય.


નિત સવારે નમીએ. શાસ્ત્ર અને સઁસ્કૃતિનો જ્યા હોય પ્રભાવ.
સંસ્કારથઈ છલકાતાં ઘરોમાં, તો પિતૃ દિવસ કાયમ જ હોય.


રોજ લડાવી લાડ પિતા કરે મહાન, વાત આ ભૂલવાની ન હોય
નુગરા બાળક બનવું જ નહીં, પિતાનો દિવસ કાયમ જ હોય.


વહાલ અવિરત વરસતું પિતાનું, કયારે તે હ્નદયમાં પ્રેમનો દુકાળ ન હોય
માનવું કેમ કરી આપણે, કે ફાથર ડે તો  માત્ર આજે જ હોય.


છોડો વિદેશી અનુકરણ, ને અહિંસાસ કરો રોજ પિતાનાં પ્રેમનો
લાગે સૂરજ સમા આકરા ભલે, હિતકારી અને રક્ષક આપડા પિતા જ હોય.
ગરમ થઈને પણ વહાલ વરસાવે ઈ, પિતાનો દિવસ કાયમ હોય

     ☀  FATHER day alwase ⛳




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ