વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમબૂટ

"ના, ના અને ના, હું નહિ પહેરું આ બૂટ હવે, તમને ખબર છે એનો સોલ નીચેથી તૂટી ગયો છે !? વરસાદમાં પગ પલળી જાય છે મારા, મારે નથી પહેરવા આવા શૂઝ" નાનકડા રાજુએ એના શૂઝનો ઘા કરતા કહ્યું. 

સમીર રાજુની સામે જ જોઈ રહ્યો.

અચાનક રાજુની નજર દરવાજા પાસે પડેલા એના પાપાના ગમબૂટ પર પડી.

"પોતે તો આવા સરસ ગમબૂટ પહેરે અને મને...આજ થી હું પણ..." એણે દોડીને એના પાપાના ગમબૂટમાં પગ નાખ્યો.

ઠંડા ફરસનો પગના તળિયે અહેસાસ થતા જ રાજુ એના પાપાની સામે જ જોઈ રહ્યો ! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ