વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મરી હું...


કદીક તેજ શબ્દ કેરી ધારથી મરી હું, 

કદીક આકરા મૌનનાં હથિયારથી મરી હું.


કદીક સાવ સામો ઘા ઝીલી રહી, 

કદીક પીઠ પાછળ થયેલ વારથી મરી હું. 


કદીક કોઈએ જરા પંપાળી પણ ખરા,

કદીક કોઈએ રાખેલ ખારથી મરી હું.


કદીક કોઈ દર્દ સાગમટે આવી મળ્યાં ,

કદીક મળેલ ખુશી લગારથી મરી હું.


કદીક આમ 'ઝંખના'ઓ તાર-તાર થૈ,

કદીક 'મીરાં'એ કરેલ પ્યારથી મરી હું!


જાગૃતિ, 'ઝંખના મીરાં'... 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ