વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવડે છે મને...!

સો ઘૂંટીને શૂન્ય થતાં આવડે છે મને,

અડધા રસ્તેથી પાછું ફરતાં આવડે છે મને!


કિનારે ઊભીને તમાશો આમ ન કર મારો, 

મઝધારે જઈને પણ તરતાં આવડે છે મને!


અષાઢી હેલી બની વરસી શકું છું હું,

વૈશાખી બપોર થઈ તપતાં આવડે છે મને!


પૂનમનો ચંદ્ર બની,  આપી શકું છું પૂર્ણતા,

અધૂરો રાખવા બીજ ચાંદ બનતાં આવડે છે મને.


બળતી બપોરે કરી, આંખોમાં આંસુની સૂકવણી,

હોઠ પર ઠાવકું સ્મિત, જડતાં આવડે છે મને. 


'મીરાં' બની ખુદને હું, અમર કરી શકું છું,

તારી 'ઝંખના' મારી ને જીવતાં આવડે છે મને!


જાગૃતિ, 'ઝંખના મીરાં'...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ