વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપ્તરંગી મલ્હાર

થોડો પાનખરે આવે તો થોડો વસંતે આવ,

આવી શકે તો આખેઆખો ચોમાસે આવ.


તૃષાતુર ઘડીએ વરસ તું આબેહયાત થઇને,

સીધા સાદે બેલાશક, સતરંગી મલ્હારે આવ.


રાહ નથી મોરલાની, વીજળી કે ઝરમરીયાની,

આવી શકે તો આવ, મધરાતે અનરાધારે આવ.


નેજવે વાટ જોતી, પાંપણો પર અટકી જતી,

મૂક મલકતી, લાજ ટપકતી, ભીની મ્હેકે આવ.


અભ્રરંગી દ્વાર ને વાયરા વચ્ચે આશ્લેષ રિક્ત, 

શીત સરકતા, મોહ મલપતા, સુભર મેહે આવ.


કહેણનું કારણ વરસાદ છે, એ જ કારણે તું આવ,

આવી શકે તો આવ, આખેઆખો વરસાદે આવ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ