વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આદમ ઈવની પ્રીત..

જુગજૂની પરંપરા છે, યુગો જૂની ઘટમાળ છે.

તારી ને મારી પ્રીતમાં, આદમ-ઈવ સો જુવાળ છે!


તારું નામ જરા સ્મરું તો લાલિમા ચહેરે ફરે,

કામણ કરવાનું ઠાલું ચડ્યું મુજ સૌંદર્ય પર આળ છે.


તારા શબ્દોએ ભરતી ને ઓટ પણ તારા લીધે,

સઘળી જીવન 'ઝંખના'માં તારા થકી ઉછાળ છે.


બતાવ અગાધ ચાહત ને તું બની જા ઘૂઘવતો સમંદર, 

લે હું વહેતી આવું થઈ નદી, મનગમતો લાગણીનો ઢાળ છે.


એમ ક્યાં 'મીરાં'એ વિષ પ્યાલો ધર્યો હતો હોઠે!

ભરોસો હતો કે સાથમાં, માધવ સમો રખેવાળ છે.


જાગૃતિ, 'ઝંખના મીરાં'..






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ