વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોમિક કવોરંટાઇન

કોમીક કોરોનટાઇન

(હાસ્ય રચના)

 

ભારત અને દુનિયામાં કોરોનાએ કાળો કાળ વર્તાવેલો... જ્યાં જુઓ ત્યાં કોરોનાની વાતો... એનો એટલો ડર પેસી ગયેલો કે જાણે હમણાં યમરાજનું તેડું આવશે...ના અપીલ, દલીલ સીધું વોરન્ટ અને સીધા સીધાવો સ્વર્ગ...આવાં કારમાં ડરામણાં સમયમાં પણ હાસ્ય પ્રધાન રચના રચાઈ જાય...

“અરે... સાંભળો છો ? ક્યાં ગયાં હમણાં  તો અહીં હતાં ? સવારનાં પહોરમાં બૂમો પડાવે છે...ક્યાં છો?” ત્યાં કનુભાઈ હાજતખાનામાંથી છણકાઈને બોલ્યાં...”શું છે ?અહીં પણ જપ નથી લેવા દેતી...ફાટને શું કહે છે ?”

ભાનુબહેનમાંકડ બોલ્યાં “એ પેલો ફોગટ આવ્યો છે આવાં રોગનાં વાવડમાં ય સીધાં ઘરમાં આવી જાય છે.” આમ બબડયા..

કનુભાઇએ કહ્યું “આવું છું બહાર...હવે છેલ્લો ફકરોજ છે...આખું પેપર વંચાઈ ગયું...”.. ફ્લશ કરવાનો અવાજ આવ્યો અને બહાર નીકળ્યાં.

કનુભાઈ બહાર વરંડામાં પહોંચ્યાં અને સામે મનીયા ફોગટને જોઈને બોલ્યાં...’ઓહો ફોટ તમે ? જીવો છો હજી ?” પછી હસતાં હસતાં બોલ્યાં મજાક...મજાક બેસો... શું કરીએ ? આવાં ડરામણાં સમયમાં જાતે જાતે જોક કરી ખોટું ખોટું હસવું પડે છે...”

મનુભાઈએ કહ્યું એ કનુભાઈ..નામ સરખું બોલો હું ફોગટ..ફોકટ નહિ... કંઈ નહીં આતો કેટલાય દિવસથી કોરોનટાઇન હતો...તમને તો ખબરજ હશે પણ ઘરમાં ને ઘરમાં કંટાળેલો થયું તમારે ત્યાં ચા પી આવું...”

ત્યાં ભાનુબહેને કહ્યું “તમે ફોટનાં આવ્યાં અમારે તો ચા જ ખલાસ થઇ ગઈ છે...પણ.. તમને સારું થઇ ગયું કે આમ બહાર નીકળો છો ? એપણ માસ્ક વીના ? તમારો નહીં તો બીજાનો તો વિચાર કરો...અને તમે શું આમ માસ્ક પહેર્યાં વિના વાતો કરો છો...જાવ અંદર માસ્ક પહેરીને આવો..’. મનુંલાલ બે સેકન્ડ ભોંઠા પડી ગયાં બોલ્યાં ‘ભાભી...હવે તો સારું છે...મેં રસી પણ લઇ લીધી.”

ભાનુબહેન કહે “પણ અમારે બાકી છે... તમે હમણાં જાવ...અમને ક્યાંક ચેપ લાગી જશે..” .ત્યાં કનુભાઈ માસ્ક પહેરીને આવ્યાં...બોલ્યાં “મનું આપણે પછી મળીશું અત્યારે વાવડ સારાં નથી ક્યાંક...” અને મનુંલાલે કહ્યું “ભાભીએ સાચુજ કીધું હું ફોગટ ફોટનો આવ્યો...આ તમારું છાપું...ગઈકાલે લઇ ગયેલો તમારાં ઝાંપેથી...વાંચી લીધું થયું પાછું આપી દઉં”.. એમ કહી છાપું વરંડામાં મૂકી નીકળી ગયાં.

કનુભાઈ બોલ્યાં “ઓહ હું કાલે છાપું બધે શોધી વળ્યો ક્યાંય મળ્યું નહીં તમે કિધાં વિનાજ લઇ ગયેલાં ખરા છો ! ફોગટ તમે ફોટજ રહ્યાં...” એમ કહી ગઈકાલનું છાપું હાથમાં લઇ વાંચવાં લાગ્યાં...

ભાનુબહેને બૂમ પાડી કહ્યું “હવે ન્હાઈ લો બધાના નામનું એટલે હું બધું પરવારું કોરોના શું ફેલાયો બસ આખો વખત ઘરમાં ને ઘરમાં મારાં માથે બેસી રહો છો.” કનુભાઈ બૂમ સાંભળીને છાપું બાજુમાં મૂકી ઉભા થઇ ગયાં અને બાથરૂમ તરફ આવ્યા...

******

“ભાનુ મને ખુબ શરદી જેવું લાગે છે...ઠંડી વાય છે કદાચ તાવ આવશે...આ પેલો ફોગટ ચેપ તો નથી લગાડી ગયો ને ?” ભાનુબહેને કહ્યું “હાય હાય...તમને કોરોના થયો છે ?” હવે મારું શું થશે? મારી પાસે તો ધોળા સાલડા પણ નથી..’ કનુભાઈ કહે “શું ગમે તેમ બોલે છે ? કંઈક સારું તો બોલ કાયમ કાળવાણી કાઢે છે અકર્મી...”

ભાનુબહેન કહે ‘લક્ષણો બધાં તમારાં એવાંજ છે પહેલાં ડોકરને ફોન કરો...સલાહ લો ...આમને આમ ક્યાંક તમે મને ચેપ લગાડશો... મારે મરવું નથી હજી...” મારો મોબાઈલનો પ્લાન પહેલાં ચાર્જ કરાવો.. હું બધાને ફોન કેવી રીતે કરીશ?”

કનુભાઇએ મોં બગાડીને કહ્યું “મને ખબરજ છે તું એમ કાંઈ જવાની નથી... ફોન હમણાં તો પ્લાન રીન્યુ કર્યો છે..તું તારે બેઠી બેઠી આખા ગામમાં ફોન કરી પંચાત કુટ...તને આઈડિયા આપું..જો આવા સમયે કોઈ ઘેર નહીં આવે.. તું તારે તારાં સ્વાભાવ પ્રમાણે બણગાં ફૂંક..કોઈ સાચું ખોટું કરવા નહીં આવે..”

 “હું ડો કેસરીને ફોન કરું..”. એમ કહી ડોક્ટરને ફોન લગાડ્યો. સામેથી ડો કેસરીએ કહ્યું “કનુભાઈ ? ઘણાં સમયે ફોન કર્યો...મને એમ હતું તમારો ફોન તો આવીજ જશે...પણ...” કનુભાઈએ કહ્યું “કેમ ? મારો ફોન શા માટે આવવાની રાહ જોતાં હતાં ? શું કારણ ? મારે ક્યાં કોઈની સગાઈ કરવાની હતી...?” ડો કેસરીએ કહ્યું “શું બોલો છો શેની સગાઈ ?” કનુભાઈ કહે “તમે કહ્યુંને ફોનની રાહ જોતાં હતાં ? મારે કોઈ રોગ કે રોગી કોની સાથે સગાઈ કરવાની હતી ?” તમે પણ નવરા લાગો છો...એટલેજ ફોન કર્યો મને આજ સવારથી તાવનાં લક્ષણો જણાય છે એટલે ફોન કર્યો...”

ડો કેસરીએ કહ્યું “હું તમારો મિત્ર ના હોત તો કનુભાઈ તમને એરેસ્ટ કરી લેત...તમને તાવ આવે છે ? શું લક્ષણો છે? “

કનુભાઈ કહે “એરેસ્ટ કરી લેત એટલે ? તમે ડોક્ટર છો કે પોલીસ? લક્ષણો જેવા તાવનાં હોય એવાંજ વળી બીજા કેવાં ?” ડો કેસરીએ કહ્યું “કનુભાઈ તમે માંકડ...ક્વોરેન્ટાઇન થઇ જાવ અત્યારે સમય એવો ચાલે છે ને કે એમાં ચાન્સ લેવાય એવો નથી...તમારે 15 દિવસ તમારાં રૂમમાંજ રહેવાનું બહાર નહીં નિકલળવાનું બધું રૂમમાંજ કરવાનું...”

કનુભાઈ કહે “પણ માંકડ એટલે?  કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા વિના ? તમે કંઈક વિચારીને તો કહો...”

ડો કેસરીએ કહ્યું “લક્ષણો ઉપરથીજ નિદાન થાય ટેસ્ટ કરાવવાની જરૂર નથી..ટેસ્ટ કરાવશો તોય કોરોના પોઝિટિવ જ આવશે.  તમે ક્વોરેન્ટાઇન થઇ જાવ એજ ઉપાય છે આ કોરોનામાં સાવધાની એજ એની સારવાર છે. તાત્કાલીક અમલમાં મુકો...”

કનુભાઈ કહે ” ભલે ગજ કેસરી કહે એ ખરું..” પછી હસ્યાં અને ફોન મુક્યો અને જોયું તો ભાનુ જાડી સામેજ ઉભી હતી એણે પૂછ્યું “શું કીધું ડોકટરે ?” કનુભાઇએ કહ્યું “ડોકટરે ક્વોરેન્ટાઇન થવાની સલાહ આપી છે કહે 15 દિવસ તમારાં રૂમમાં રહો...આતો મેડીકલ કસ્ટડી...ઘરમાંજ નજરબંધી કરવાની છે. “

ભાનુબહેન કહે “હાય હાય જાવ તમે રૂમમાંજ રહેજો...ક્યાંક મને ચેપ ના લાગે...હું રૂમની બહાર બધું મૂકી જઈશ...તમારાં વાસણ કપડાં બધું તમારાં બાથરૂમમાં ધોઈ નાંખજો...જાવ રૂમમાં..”.પછી બોલ્યાં હાંશ...15 દિવસની શાંતિ મારાં મારાંજ કપડાં વાસણ ધોવાનાં...રસોઈ તો કરી લઈશ ...એમનેય આરામ મનેય આરામ...”

*****

છેવટે કનુભાઈ મને-કમને એમનાં રૂમમાં ક્વોરેન્ટાઇન થઇ ગયાં...અનાયાસે એકાંતમાં ધકેલાઈ ગયાં...ત્યાં ફોગટનો ફોન આવ્યો મોબાઈલ પર...”કનુભાઈ...અલ્યા કનીયા આ હું શું સાંભળું છું ? તને કોરોના થઇ ગયો?” અલ્યા માંકડ તું પકડાઈ ગયો..”

કનુભાઇએ કહ્યું “તું ફોટનો મારાં ઘરે આવ્યો જૂનું છાપું આપી ગયો...તારોજ ચેપ લાગ્યો સાલા...વિઘ્ન સંતોષી...હું શાંતિથી હરતો ફરતો હતો તારાંથી જોવાયું નહીં...મૂક ફોન...” એમ કહી ગુસ્સામાં ફોન કાપી નાંખ્યો...

રુમબંધ કરી અંદર આવીને બેઠાં...ચારે દીવાલો તરફ જોયાં કર્યું પછી મનોમન બબડ્યાં “હાંશ હવે શાંતિ...જબરજસ્તીથી અને ફરજીયાત એકાંત ના કોઈ કચકચ ના કોઈ વિવાદ...”

કનુભાઈને ક્વોરેન્ટાઇન થયે 3-4 દિવસ વીતી ગયાં હતાં...શરૂ શરૂમાં સારું લાગ્યું કે હાંશ કોઈ કચ નહીં વિવાદ નહીં જીભાજોડી નહીં કેટલી શાંતિ છે સમય પ્રમાણે ચા-દૂધ-જમવાનું નાસ્તા આવી જાય...જે કરવું હોય એ કરો...ના રોક ટોક નજર... આજે છઠ્ઠો દિવસ હતો...

ના ટીવી ના છાપું… સમય જતોજ નહોતો...બધાને ફોન કરીને પણ થાક લાગેલો બીજાય વાતો કરીને કંટાળેલાં ફોન પણ નહોતાં ઉપાડતાં...બધાંને છુટકારો જોઈતો હતો.

કનુભાઇએ મન મનાવ્યું કે હવે જાત સાથે કે રૂમની દિવાલો સાથેજ વાતો કરવી પડશે... આ જેલમાં કેદીઓ શું કરતાં હશે ? એ લોકો તો વર્ષો કાઢે એમનાં કેમનાં નીકળતાં હશે.. વર્ષો ? જાડી જોડે બોલવું નહોતું ગમતું..જાણે હાંશ થઈ હતી.

કનુભાઈ ઉભા થઈને બાથરૂમમાં ગયાં. બધે જોયાં કરતાં હતાં...બાથરૂમ સાફ હતું તોય નળ ખોલી ફરીથી ધોયું...ઘસી ઘસીને ટાઇલ્સ ઉજળા કર્યા. પછી મીરર સામે ઉભા રહ્યાં અને બોલ્યાં માંકડ તારી શું દશા થઇ છે ? તું એકજ રૂમમાં કેદ છે... જાતને કહ્યું કર જે કરવું હોય એ તારે આવું જ જોઈતું હતુંને?..

 માંકડે વોશબેઝીનમાં મોઢું ધોયું વારંવાર આંખ અને ચહેરાં પર પાણી છાંટ્યું...પછી ભીનાં ચહેરે સ્ટેન્ડ પરથી નેપકીન ખેંચ્યો પણ આવેજ નહીં. એમણે નેપકીન ને કહ્યું કેમ સાંભળતો નથી ? આવ મારી પાસે મારો ચહેરો લુછ...નેપકીન ખેંચે આવેજ નહીં એમણે ગુસ્સામાં નેપકીન તરફ જોયું...

નેપકીને હસતાં હસતાં કહ્યું “માલિક તમે જુઓ તો ખરાં હું આ પાઇપ પર છું તમે મારાં બંન્ને છેડા સાથે ખેંચો...હું કેમનો નીકળું ?”

માંકડે જોયું તો એ બેઉ છેડા ખેંચતો હતો એણે કહ્યું “ઓહ...પણ તું માલિકની સામે જીભાજોડી કેમ કરે છે ? તારે આવી જવાનું..” એમ કહી નેપકીન ખેંચીને ચહેરો લૂછે છે...

પછી અરીસામાં પોતાનો ચહેરો જોઈને કહે છે માંકડ... તારી શું દશા થઇ છે ? જો તો ખરો તારાં ગાલ ઉતરી ગયાં છે આંખો આસપાસ કાળા કુંડાળા થઇ ગયાં છે...”આપ કયું કુછ લેતે નહીં?” જાહેરાત યાદ આવી ગઈ... અને પોતેજ હસી પડે છે...શું આ ટીખળ કરે છે ? બધું તો લઉં છું જોઉં રૂમમાં કંઈ પડ્યું છે ? સાલું મને ચિત્તભ્રમ તો નથી થયું ને..?

કનુએ કબાટમાં ખાસ ખાનામાં જોયું અંદર હાથ નાખ્યો..બોટલ કાઢી સાવ ઓછું હતું..માંડ એક પેગ જેટલું.. નિરાશ થયો..જે હોય તે બબડી બોટલમાંથી હતું એટલું ગ્લાસમાં કાઢ્યું બરાબર નિતાર્યું એક એક ટપકું કાઢી લીધું..પછી વિજયી સ્મિત લાવી પાણી ઉમેરી એક સાથે બધું ગટગટાવી ગયો..પછી બોલ્યો..હાઆશ.. મજા આવી ગઈ....હા..

ત્યાં એનાં મોબાઈલની રીંગ વાગી...માંકડ  બહાર આવીને ફોન ઉપાડે છે...”માંકડ કેમ છે ? તું સુઈ ગયેલો? પથારીમાં છું કે નીચે?”

કનુ માંકડે કહ્યું “ફોગટ તું કહેવા શું માંગે છે ? માણસ પથારીમાં ઉપરજ સુવે ને ? નીચે કોણ સુવે ? “

ફોગટે કહ્યું “ભાઈ તું રહ્યો માંકડ તું ગમે ત્યાં સુઈ શકે “ એમ કહી ખડખડાટ હસવાં લાગ્યો.

ક્નુમાંકડે કહ્યું “ફોગટ કેસરી સાથે મારે વાત થઇ એણે કહ્યું તારાં પેલાં સગાનો છોકરો ઉજ્વળ કારીઓ એનેય કોરોના થયો છે ? તું સાલા જ્યાં ત્યાં બધાને ચેપ લગાડે છે ? “

ફોગટે કહ્યું “એય મેં કોઈને ચેપ નથી લગાડ્યો એ ક્યાંક રખડવા ગયેલો પછી પટકાયો છે પણ તું આખો વખત શું કરે છે? રૂમમાં ? તારો સમય જાય એટલે ફોન કર્યો...” ક્નુમાંકડે કહ્યું “તારો ફોન આવ્યો એટલી ઘડી અકળામણી... બાકી તો રળીયામણી હતી...” અને સામેથી ફોન મુકાઈ ગયો...

ક્નુમાંક્ડ રૂમમાં ચારો દીવારની વચ્ચે એકાંતમાં બેઠો હતો. એણે રૂમમાં ચારો તરફ નજર કરી... પછી મનમાં ને મનમાં રોબ ચઢ્યો...નશો તો હતો જ... “વાહ આતો મારુ કીંગડમ છે મારુ સામ્રાજ્ય હું અહીંનો રાજા...મારી હકુમત...મારુ શાસન છે હું જ છું બધું. બધાં બાકીનાં તુચ્છ... મારાં દરબારી...હું સમ્રાટ..”.ત્યાં બારણે ટકોરાં પડ્યાં આ તમારી થાળી મૂકી જમવાની...લેજો પછી વાસણ ધોઈ સાફ કરી મૂકી દેજો...કશું રહેવા ના દેતાં...”

આ સાંભળતાં જ બધી રાજાશાહી ઉતરી ગઈ અને લાગ્યું હું રાજા નહીં ચાકર છું બધું જાતે કરવાનું કપડાં ધોવાનાં, વાસણ અજવાળવાનાં...કચરા પોતા કરવાનાં...હું તો રાજા છું કે રંક ? એક તુચ્છ નોકર ?

મારી મેળવેલી બધી ઉપાધી એટલેકે મેં મેળવેલ સિદ્ધિ -પ્રમાણપત્ર-ડિગ્રીઓ-પદ -પ્રતિષ્ઠા... આ બધી ઉપાધીઓ મેળવીને શ્રેષ્ઠ થયેલો...પણ અહીં ચાર દીવાલ વચ્ચે હવે આ બઘી "ઉપાધી" -એટલેકે તકલીફ, અગવડ લાગી રહી છે...ઉપાધીથી શ્રેષ્ઠ (ભણવા અને ગણવાની ) અને આ બધી ઉપાધી એટલે નર્ક ની યાતના...

આ ક્વોરેન્ટાઇન એ મજા નથી સજા છે...પણ યાદ રાખજો ફોગટ...આ માંકડ તને ભારે પડશે એમ કહેતાં કહેતાં દિવસો ગણ્યાં કર્યા શું કરે ?

ક્વોરેન્ટાઇનનો 12મો દિવસ આવ્યો અને ક્નુમાંકડ વિદ્રોહ કરીને રૂમમાંથી નીકળી નીચે આવી ગયો એની ઘરવાળી ભાનુંમાંકડે કહ્યું “તમે કેમ બહાર નીકળી ગયાં ? હજી ત્રણ દિવસ બાકી છે ...”

ક્નુમાંકડે કહ્યું ”મારાં રૂમમાં બધે દવા છાંટી છે હું કેવી રીતે રહું ? ના ગાદીની ઉપર રેહવાય ના નીચે...મને તારો વિચાર આવ્યો એટલે બહાર નીકળી ગયો .. “ એમ કહીને હસવા લાગ્યો.

ત્યાં ભાનુબહેને કહ્યું “પેલી રમીલાનો ફોન હતો એણે કહ્યું પેલાં ઉજ્વળભાઈને દવાખાનામાં દાખલ કર્યા છે સીરીયસ થઇ ગયેલાં પણ હવે સારું છે કાલે તો રજા આપવાનાં છે. “

ક્નુમાંકડે કહ્યું “ખરું થયું એ ઉજ્વળ.. કારીયો થઈ ગયેલો... ખરું બધું ગોઠવાય છે મગજમાં... ઉજ્વળ નામ અને અટક કારીયા... આમાં શું સમજવું ?”

ભાનુબહેન કહે “તમે ક્વોરેન્ટાઇનમાં રહ્યાં તમારું ખસી ગયું છે શું જેમ તેમ બોલો છો કોઈના માટે...”

ક્નુમાંકડે કહ્યું “હું બોલું છું જેમ તેમ ? પેલો ફોગટ સાલો...ફન્ટુશ મને કહે છે માંકડ તું પથારીમાં ઉપર સુએ છે કે એની નીચે ? બધાં મારી મશ્કરી કરે હું ના કરું ? અત્યારે બધેથી મોંકાણનાં સમાચાર આવે છે...આતો બે ઘડી ગમ્મ્ત...રમૂજ કરીને જ આવો કાળ પસાર કરવાનો છે...નહીંતર નહીં મરતાં હોઈએ તોય મરી જઈશું..”.

ભાનુબહેન કહે “તમારી વાત સાચી છે હમણાં મારી ફ્રેન્ડ હસુમતી શિયાળનો ફોન હતો...એ પણ આજ કહેતી હતી..”.કુનુભાઈએ કહ્યું “શિયાળ ?” અને બંન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં...કોરોના હાસ્યનો ગડગડાટ સાંભળીને વિદાય થઇ ગયો...

***સમાપ્ત***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ