વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વાર્તા

આજે ઘણા દિવસે..દિવસે શું, ઘણા વર્ષે જ કહોને, હું બહાર પડ્યો.

છેલ્લા કેટલાય વર્ષોથી પથારીમાં સૂતો હું, ઘરમાં ને ઘરમાં રહીને કંટાળી ગયો હતો.

એમ ન હતું કે ઘરમાં કોઈ મારી પર ધ્યાન નહતું આપતું, અરે મને તો, હું પાણી માંગુ ને દૂધ મળે એવો લાગણીશીલ પરિવાર મળેલો છે.એના માટે તો હું ભગવાનનો જેટલો આભાર માનું ઓછું જ છે.

મારી પત્નિ સુધા એ તો જાણે ખરેખર અમિવર્ષા કરવાજ મારી જિંદગીમાં આવી હોય એમ સતત પ્રેમ જ..ક્યારેય એના મોઢે મેં અવળા વચન સાંભળ્યા જ નથી.

સાચું કહું તો એ લગ્ન કરીને આવી ત્યારથીજ મારા ઘરને જાણે મંદિર બનાવી દીધું. મારા પપ્પા મમ્મી, મારી નાની બહેન, નાનો ભાઈ બધાજ એના વખાણ કરતા ન થાકે, સુધા, એવી એ મનની મીઠી.

 મારા ઘરમાં આવી એ પણ કંકુ પગલાં લઈને એટલે તો, એનું આવવું અને મારું પ્રમોશન થવું એકજ દિવસ માં બનેલી બેઉ સારી ઘટનાઓએ, અમારા બધાના જીવન બદલી નાખ્યાં.

અમે નાના શહેરમાંથી મોટા શહેરમાં રહેવા આવ્યા.

દરમ્યાન ઘરની જવાબદારી નિભાવતી, સુધાના મધુર અવાજથી ઘર સતત ધમધમતું રહેતું. એમને બધાયને, સુધા જો થોડાક કલાક માટે પણ બહાર ગઈ હોય તો ઘરમાં જાણે કશુંક ખૂટતું હોય એમ લાગતું. મારા મમ્મી પપ્પાને શું ગમે છે શું નહિ બધુજ એને ખબર હતી.

શહેરમાં ગયા પછી મારા ભાઈ બહેન બેઉ સારું ભણ્યા અને એમને સારા પરિવારમાંથી માગા આવ્યા અને હું એમની જવાબદારી માંથી મુક્ત થયો.

હવે ઘરમાં અમે ચાર જ જણ રહી ગયા..અમે બે અને મમ્મી પપ્પા!

પણ જાણે હવે અમારા સુખપર કોઈની નજર લાગી હોય એમ મારા માં એક રાત્રિએ પૌત્રનાં અભરખા પૂર્ણ થયા વિનાજ ભગવાન ને પ્યારા થઈ ગયા. હજુ અમને એ આઘાત માંથી કળ વળી ન વળી..ત્યાં પપ્પાએ માને યાદ કરતા કરતા છેલ્લો શ્વાસ લીધો.

હવે ઘરમાં હું અને સુધા બે જ જણ રહી ગયા..પહેલાંનું ભર્યું ભાદર્યું ઘર હવે સાવ સુંનું થઈ ગયું..અને એથીય વિશેષ અબોલ થઈ ગઈ હતી મારી સુધા..કારણ એની સાથે બોલવા વાળું કોઈ હતું જ નહી.

અમે અનેક ડોક્ટરો, ભૂવાઓ બધુજ કરી જોયું પણ ભગવાન જાણે અમારી પ્રાર્થનાને અવગણતા જ રહ્યા અને સુધાનો ખોળો ખુંધનાર હજુ કોઈ આપવા તૈયાર જ નહતા.

ધીરે ધીરે અમારી વધતી ઉંમર, સુધાને વધુ બેચેન કરતી હતી.

એવામાં એક વરસાદી રાતે..મુશળધાર વરસાદ હતો એ રાત્રે. એક ફૂટ આગળનું પણ કઈ સ્પષ્ટ દેખાતું નહતું. અમે બેઉ બાલ્કનીમાંથી આ વરસાદ નિહાળતા હતા.

ત્યાં અચાનક એમને અમારા બારણાં પણ ટકોરા સંભળાણા. અમે બેઉ ચોકી ગયા કે આટલા વરસાદમાં કોણ આવ્યું હશે!

મનમાં વિચાર આવ્યો કે બારણું ખોલવું કે નહિ? પણ ત્યાં સુધા બોલી,"જોઈ લઈએ કદાચ કોઈ ફસાઈ ગયું હોય વરસાદમાં અને આપણી પાસે મદદ માંગવા આવ્યું હોય"

મને પણ મનમાં એક શંકા હતીજ એટલે એની સાથે હું પણ બારણાં સુધી ગયો.

મેં જ બારણું ખોલ્યું...પણ ત્યાં કોઈજ નાં હતું..અમે પાછા વળવાનાં, એટલામાં જમીન પરથી એક સીસકારો સંભળાણો..અમારા બેઉનું ધ્યાન નીચે ગયું, ત્યાં એક પંદર સોળ વર્ષ ની કન્યા બેઠેલી હતી. વરસાદમાં પલળેલી, બેઉ ઘૂંટણ પર મો મૂકીને, બંને ઘૂંટણને બેઉ હાથથી ઘટ પકડીને ધ્રૂજતી એ કન્યા જોઈને અમે બેઉ વિચાર માં પડી ગયા.

"કોણ છો તમે?" સુધાએ, એ કન્યાને પૂછ્યું.

"હું દુર્ગા.." એ આગળનું કઈ બોલે એ પહેલાંજ બેહોશ થઈ ગઈ.

હવે અમે બેઉ ઘબરાઈ ગયા કારણ આટલા વરસાદ માં એને કોઈ દવાખાને લઈ જવું શક્ય નહતું. વરસાદ ને લીધે તાપમાન પણ સાત આઠ ડિગ્રી પર પહોંચી ગયું હતું.

તોય સુધાએ એને અંદર લીધી..મને રૂમ ની બહાર કાઢીને એના ભીના શરીર ને પોછીને સૂકું કર્યું ,કપડાં બદલ્યાં.પણ તોય પેલીની ધ્રુજારી ઓછી થવાનું નામજ લેતું નહોતી. સુધા એના માટે હળદર વાળું દૂધ, ગરમ પાણી બધુજ કરતી હતી.પણ તેમ છતાંય ઓલી ધ્રૂજતી જ હતી.

અમે બેય બહુજ ઘબરાઇ ગયા હતા. છેવટે સુધાએ ડોક્ટર સાહેબને ફોન કર્યો..ડોક્ટર સાહેબે ફોન ઉપર સુધાને કંઇક ઉપાય કહ્યો..પણ સુધા એના પર ,"એમ કેમ બને સાહેબ?" એટલુજ બોલી.

એ ફોન પાસેથી પાછી આવી ત્યારે મેં એને "ડોક્ટર સાહેબે શું કહ્યું" તે પૂછતા એણે જવાબ આપવાનું ટાળ્યું. અને મને ટામેટાનું સૂપ બનાવી લાવવા કહ્યું. હું પણ સૂપ બનાવવા રસોઈ માં ગયો.

સૂપ બનાવીને પાછો આવતો હતો ત્યાં મને એ બેય જણનો સંવાદ સંભળાણો.

"બેટા તારી જિંદગી જોખમ માં છે" સુધા

"પણ તમે જે કહો છો એનું પરિણામ વિચાર્યું છે?" ધ્રુજતા ધ્રુજતા એ બોલી રહી હતી.

"અત્યારે તારી જિંદગી મહત્વપૂર્ણ છે બસ."

"પણ..!"

"હું એમને મોકલું છું"

"પણ દીદી તમે..તમે અહીંના બેસી શકો?"

"નાં મારી હાજરી માં,એ એનું કામ નહી કરી શકે." એમ કહી સુધા રૂમ માંથી બહાર નીકળવા જતી હતી અને મને બારણાં પાસે ઉભેલો જોઈ અચકાઈ અને બોલી,"એ છોકરીને હવે તમે તમારા શરીરની ઊર્જા આપો અને બચાઓ..બસ એજ ડોક્ટર સાહેબે કહ્યું છે." એમ બોલી એ ત્યાંથી નીકળી ગઈ.

હું અંદર ગયો. એ સોળ વર્ષ ની કન્યા અને બત્રીસ વર્ષનો હું..!

એ પહેલા ખચકાતી હતી પણ પછી ધીરે ધીરે સામાન્ય થઈ ગઈ. મારા શરીર ની ગરમી થી એની ધ્રુજારી તો ગઈ પણ મારું મન એનામાં પરોવાઈ ગયું.

હું એના તરફ ખેંચાણ અનુભવ કરવા લાગ્યો..એટલે મારી બાજુમાં સુતેલી એના ચેહરા પર મે ફરી એકવાર હાથ ફેરવ્યો..અને અચાનક એનો ચહેરો બદલાઇ ગયો..હવે એ એક પ્રૌઢ ક્રૂર રાક્ષસી જેવી દેખાતી હતી અને બિભિત્સ હસતી હતી.

હું એનો બદલાયેલો ચેહરો જોઈને ઘબરાઈ ગયો..અને મે તરત પૂછ્યું,"તમે કોણ છો? અમારી સાથે કેમ આવું કરો છો?"

"હું સામેના પીપળાના ઝાડ પર રહેવાવાળી ડાકણ છું, તારી પત્નિ, રોજ ત્યાં પાણી રેડેછે અને મારી પાસે રોજ બચ્ચાની માગણી કરે છે. એટલે મે એને બચ્ચું આપવાનું નક્કી કર્યું."

"એ કેવી રીતે બનશે?"

"તે મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યા એટલે હવે મારા પેટમાં જે તારું બચ્ચું હશે એ હું એના પેટમાં નાખી દઈશ બસ..પણ આજે જો તે તારી પત્નિ માટે પ્રેમ અને મારા માટે માત્ર સદ્ભાવ દર્શાવ્યો હોત તો આ બધું કોઈને ખબર ન પડત..પણ તારા મનમાં મારા માટે કામવાસના આવી ગઈ અને ત્યાંજ તું ખોટો સિક્કો બની ગયો..હવે તારે આના પરિણામ ભોગવવા પડશે.."

"કેવા પરિણામ?" મેં ડરતા ડરતા રડતા રડતા પૂછ્યું.

"તારા બાળકનો જન્મ અને તારું મૃત્યુ એકજ દિવસે થશે"

"નાં..હું એવું નહિ થવા દેવું" હું બોલવા જતો હતો ત્યાંજ આવો અવાજ સાંભળીને મેં પાછળ જોયું તો સુધા બોલી રહી હતી."મારે તારું બાળક પણ ન જોઈએ અને મારા પતિ નુ મૃત્યુ પણ નહિ થાય"

એ મક્કમપણે બોલી રહી હતી.

હું અપરાધી ભાવ મહેસૂસ કરી રહ્યો હતો,કે કેટલી મહાન છે આ અને હું ! ભલે ક્ષણભર માટેજ પણ હું અવળા વિચાર કરી ચૂક્યો..જ્યારે એને એ ખબર હોવા છતાં મને બચાવવાનો પ્રયત્ન કરતી હતી.

ત્યાંજ એ ડાકણ ફરી બોલી,"હવે બાળક પાછું નહિ જઈ શકે, એટલે બહુ બહુ તો આ માણસ મરશે નહિ પણ પથારીવશ તો થઈ જ જશે." એમ બોલીને e ત્યાંથી ગાયબ થઈ ગઈ.

હું ને સુધા રૂમમાં એકલા પડતા મે એના પગ પકડીને માફી માગી.

નઉ મહિના પૂર્ણ થતાં સુધાએ એક બાબો જણ્યો. જેવો હું એ બાબાને જોવા દવાખાને પહોંચ્યો ત્યાંજ હું લપસી પડ્યો અને મારા મણકા માં માર લાગતા તે દિવસથી હું પથારીવશ હતો.

એક વાર્તાકાર હોવાથી તમને આ બધી વાત કહેવી એવું મનમાં તો ઘણા વર્ષોથી હતું પણ પોતાના કુકર્મો કેવી રીતે કહેવા એ વિચાર કરતો પથારીમાં પડ્યો રહેતો.આજે વીસ વરસ પછી તમને કહેવાની હિંમત આવી... એ પણ મારા મૃત્યુ પછી! મારા મૃત્યુ ને લીધે હવે હું પથરી માંથી બહાર આવી શક્યો. અને તમને આ બધું કહી શક્યો.

"તમે જો ન હોત તો મને બાળક મળત જ નહિ, આજે મારા બાબો વીસ વરસનો થયો..તમારો ખુબ ખૂબ આભાર" આ કોનો અવાજ આવતો છે..મે અવાજ પાછળ નજર કરી તો મારી પત્નિ સુધા પીપળ નાં ઝાડ પાસે આવીને કહી રહી હતી.

"નાં સુધા આમાં તારી ચાલાકી ઓછી નથી. તને મે પહેલાંજ કહ્યું હતું કે આમાં તારા પતિની જાન પર જોખમ છે, તોય તે તારા પતિને એમાં ફસાવીને તારી બાળક ની ચાહના પૂરી કરી. એ તો મે તારા પ્રત્યેનો એનો પ્રેમ જોઈને પથારીવશ થયેલી જિંદગી આપી..પણ ખરેખર તો તેનું મૃત્યુ જ થયું હોત." ડાકણ બોલી રહી હતી. "અને હા એની પત્નિ બનીને મે એની એવી સેવા કરી કે જેથી મારા પણ પાપ ધોવાઇ જાય.કારણ ગમે તેમ પણ એ માણસ દિલ નો સાચ્ચો હતો અને તારા ખાતર મે એને.." ડાકણ બીજું ઘણું બધું બોલી રહી હતી પણ મને હવે સુધાનો અસલી ચહેરો દેખાઈ ગયો હતો...તમને પણ એ બહુ સારી લાગતી હતી ને..પણ જો છેવટે...છેવટે વાર્તાકાર તો હું છું ને!

અનલા બાપટ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ