વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લિપસ્ટિક કઈ છે!?

 

તું કલ ભી મેરે સાથ થી, તું આજ ભી કરીબ હૈ…

સાંજની એકલતા, આથમતી પળો...

દિલના સ્નાયુઓ જકડાય જાય છે જાણે...

તારા વગર...

સંવેદનાઓથી ધગધગતું શરીર સ્પર્શ ચાહે છે...

એક સ્પર્શ...

તું આવી છાતી પર છેક ડાબે હાથ રાખી ધબકારા ગણે,

ટેરવાંથી અડકે,

આંખોથી સાંભળે,

ખભા પર માથું ટેકવી એ જ તારી જૂની ટેવ મુજબ

ઊડ ઊડ કરતા દુપટ્ટાને સાડી જેમ વિંટાળી દે...

યાદ છે, જ્યારે પહેલીવાર મેં તારી આંખોમાં આંખો પરોવી તને જોયે જ રાખેલી?

ત્યારે તું કેટલું ખુલીને મલકેલી!

એકવાર એમ તને ઊઘડીને હસતી જોવાની તમન્ના છે...

પેલા ફિઝિક્સમાં ફ્લેમિંગના જમણા હાથનો નિયમ સમજાવતી વખતે

જ્યારે પહેલીવાર તારો હાથ પકડ્યો હતો

ત્યારે તું કેટલું અચકાઈ હતી!

એક કરન્ટ મારી ત્વચા નીચેથી પણ વહ્યી ગયેલો

જેને તે દિશા આપેલી...

ચાલ ‘ને ફરી પાછા આછા ભૂખરા વાદળછાયા દિવસે

રેલે સ્કેટરિંગ કે પૉલરાઈઝેશન પર લડાઈ કરીયે...

અને પછી આસ્તેથી તને કમરથી પકડી નજીક લાવી

તારા હોઠ પર મારા હોઠ હું જડી દઈશ...

આ વખતે ફરી એવો સવાલ નહીં પૂછું કે,

"લિપસ્ટિક કઈ છે!?"

- સ્પર્શ હાર્દિક 

(લખ્યા તારીખ - 05/10/2013)

 

* તું કલ ભી મેરે સાથ થી, તું આજ ભી કરીબ હૈ… - ફક્ત આ પંક્તિ પ્રિય કવિ ગુલઝારની છે. ફિલ્મ 'ખામોશી', ગીત 'વહ શામ કુછ અજીબ થી...'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ